કર્ણાટકમાં 13 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજકીય સંકટ વધુ પ્રબળ બની રહ્યું છે. 13 મહિના જૂની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને બચાવવા માટે કોંગ્રેસ-જેડીએસે નવો રાજકીય દાવ રમ્યો છે. ગઠબંધન સરકારમાં કોંગ્રેસના તમામ 21 મંત્રીઓએ રાજીનામા આપી દીધા. તેના થોડા સમય બાદ જેડીએસના મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા. હવે નવેસરીથ કેબિનેટની રચના થશે.
કર્ણાટકમાં ધારાસભ્યના રાજીનામાઓથી ભાજપમાં સરકાર રચવાની આશાઓ ઊભી થઈ છે. સોમવારે એક માત્ર અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. તેઓએ પોતાનું રાજીનામું રાજ્યપાલ વજુભાઈ વાળાને આપી દીધું છે તેના કારણે સરકાર સંકટમાં આવી ગઈ છે. અપક્ષ ધારાસભ્યએ ભાજપને સમર્થન આપવાની પણ વાત કહી છે.
આ દરમિયાન મુખ્યમંત્રી કુમારસ્વામી સરકારને લઈ ચિંતામુક્ત જોવા મળ્યા. તેઓએ કહ્યું કે, મને કોઈ ટેન્શન નથી. તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. હવે નવેસરથી કેબિનેટની રચના થશે. અમે હાલની સમસ્યાને ટૂંક સમયમાં દૂર કરીશું. કોંગ્રેસ-જેડીએસ સરકાર યોગ્ય રીતે ચાલતી રહેશે