કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોએ શનિવારે દેશના અનેક રાજ્યોમાંથી ખોવાઈ ગયેલા કોંગ્રેસ પક્ષને સંજીવની આપી છે. કોંગ્રેસ ૧૦ વર્ષ પછી ફરી એક વખત સત્તા પર પાછી આવી છે જ્યારે ભાજપે દક્ષિણમાં તેનો એકમાત્ર ગઢ ગુમાવ્યો છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે ૧૩૬ બેઠકોમાં વિજય મેળવીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે જ્યારે એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરતા ભાજપ માત્ર ૬૫ બેઠકોમાં સમેટાઈ ગયો હતો. આ સિવાય રાજ્યમાં મોટાભાગે કિંગમેકરની ભૂમિકા ભજવતા જનતા દળ-સેક્યુલરને પણ જનતાએ માત્ર ૧૯ બેઠકો આપીને તેનું કદ વેતરી નાંખ્યું છે.