વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર હિન્દુ ધર્મનું અપમાન કરવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે 'ઈંડિયા' ગઠબંધન જાણી જોઈને હિન્દુ ધર્મ વિરૃદ્ધ બોલે છે. વડાપ્રધાન મંગળવારે તમિલનાડુનાં એલમ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ એનડીએ માટે ૪૦૦ ને પારનો નારો લગાવ્યો હતો. ત્યાં એક જાહેર સભાને સંબોધતા તેઓએ ડીએમકે પર હિન્દુ ધર્મનું અપમાન કરવાનો આક્ષેપ મુક્યો હતો.
તેઓએ કહ્યું 'ઈંડીયા' ગઠબંધનવાળા વારંવાર જાણી જોઈને હિન્દુ ધર્મનું અપમાન કરે છે. હિન્દુ ધર્મ વિરૃદ્ધ તેમના દરેક કથનો ખુબ સમજી વિચારીને કરવામાં આવ્યા હોય છે. પરંતુ ડી.એમ.કે. કે કોંગ્રેસ, અન્ય કોઈ ધર્મનું અપમાન નથી કરતા. અન્ય કોઈ ધર્મ વિરૃદ્ધ તેમની જીભેથી એક શબ્દ પણ નીકળતો નથી, પરંતુ હિન્દુ ધર્મને ગાળો દેવામાં એક સેકન્ડની પણ વાર કરતા નથી.