નડિયાદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો. શનિવારે સવારે નડિયાદ શહેરમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસી કાર્યકરોએ એકઠા થઈને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ઘંટ અને થાળીઓ વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.