પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ્દ કરવા વિધાનસભામાં વિપક્ષે કરેલી પિટિશન સબમિટ થઈ ગઈ છે. હવે તેમની સામે અધ્યક્ષની ચેમ્બરમાં જ કોર્ટની જેમ ટ્રાયલ પણ શરૂ થશે. આગામી સપ્તાહે બુધવારે કોંગ્રેસનુ ડેલિગેશન અધ્યક્ષને મળે ત્યારબાદ આ પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, ભારતના બંધારણની 10મી અનુસૂચિના અનુચ્છેદ 102 (2) અને 191 (2)માં ચૂંટાયેલા જનપ્રતિનિધી પક્ષપલટો કરે, પક્ષની વિરૂધ્ધ પ્રવૃતિ કરે તો તેવા સંજોગોમાં જે તે ધારાસભ્યને ગેરલાયક ઠેરવી શકાય છે. વિધાનસભા અધ્યક્ષ પાસે આ પ્રક્રિયા માટેનો અધિકાર હોય છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાધનપુરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષની વિરૂધ્ધમાં પ્રવૃત્તિ કર્યાના પુરાવાઓ સાથે આપેલી પિટિશન સ્વિકારી લેવામાં આવી છે.
જણાવી દઈએ કે, આગામી બુધવારે કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ મળનાર છે. ત્યારબાદ આ પિટિશનમાં આવેલી વિગતો સાથે જેમની સામે પક્ષના મેન્ટેડ વિરૂધ્ધ વર્તણૂંકનો આરોપ છે તેવા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે શો-કોઝ નોટિસ કાઢવામાં આવશે. બાદમાં બંને તરફના પક્ષો, તેમના સાક્ષીઓ, પુરવાઓને આધારે કોર્ટની જેમ જ ટ્રાયલ શરૂ થશે. પ્રક્રિયાને અંતે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ્દ કરવુ કે કેમ તેનો નિર્ણય અધ્યક્ષ દ્વારા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોર્ટની જેમ બંને પક્ષે વકિલ પણ રાખવાની છુટ મળશે.