ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ ગાંધીનગરની બેઠક પર ઉમેદવારી નોંધાવનાર અલ્પેશ ઠાકોર હવે ભાજપ માટે સમર્થન મેળવવામાં લાગી પડ્યા છે. ત્રણ ટર્મથી આ બેઠક પર ચૂંટાઈ આવતા શંભુજી ઠાકોરનુ પત્તુ કાપીને અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. એક સમયે રાહુલ ગાધીની નજીક ગણાતા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે કોંગ્રેસ પોતાની જમીન ગુમાવી ચૂકી છે અને તેની પાસે જનાધાર પણ નથી.