રાજ્યની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમર કસી છે. ભાજપે તો પ્રચાર અભિયાનની શરૂઆત પણ કરી દીધી છે ત્યારે કોંગ્રેસની રણનીતિ કંઇક જુદા પ્રકારની છે. સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ આમ તો એક બેઠકને બાદ કરતા 6 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે. જેમાં 2 ઉમેદવારોને હરાવવા માટે પક્ષદ્રોહ-પ્રજાદ્રોહનો નારો બલુંદ કરશે.
જણાવી દઈએ કે ગુજરાતમાં અમરાઇવાડી, રાધનપુર, બાયડ, ખેરાલુ, લુણાવાડા, મોરવા હડફ અને થરાદ બેઠક ઉપર ગણતરીના દિવસોમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, પરિણામે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પેટા ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ભાજપ 7 બેઠક જીતીને સાબિત કરવા માંગે છે કે તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી, જ્યારે કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓની સાથે પક્ષ પલ્ટુઓને હરાવવા માટેની રણનીતિ સાથે મેદાને ઉતરશે.