કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટીએ ઓડિશાની ત્રણ અને પશ્ચિમ બંગાળની એક બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ને અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા ચૂંટણી-2024 માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કોંગ્રેસ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે.