આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈનો જન્મદિવસ છે. આજના દિવસે ભારતીયજનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીના હસ્તે આજે આ દિવસે કિસાન કલ્યાણ સમ્મેલનો દ્વારા કિસાનોનું સન્માન કરી અને તેમના ખાતામાં સરકારી સહાયતા જમા કરાવવામાં આવી. આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કૉંગ્રેસને આડે હાથે લીધી.
ખેડૂતોના નામે આંદોલન કરનારા લોકોને પડકાર, ભૂતકાળમાં કૉંગ્રેસની સરકારોએ ટેકાના ભાવ આપ્યા નથી, ક્યારેય ખરીદી નથી. ટેકાના ભાવ અને પાકવીમાની માંગણી કરનારા લોકોને તમારી સરકારે ગોળીએ દીધા હતા. આવા ખેડૂતોની ખાંભી પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. અમારી સરકારે કદી ન મળેલા ટેકાના ભાવ આપ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે વખતોવખત ટેકાના ભાવ વધારી પૂરતા ભાવ આપ્યા છે. આ વર્ષે 1100 રૂપિયામાં મગફળી વેચાણી છે. પાક વીમામાં વીમા કંપનીની આડોડાઇ કાઢીને સરકાર પોતે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના લાવ્યા છે.