ભારતીય ફાઈટર જેટ વિમાનના પાયલોટ અભિનંદન પાકિસ્તાની લશ્કરના કબજામાં છે. અભિનંદનને પાછા લાવવા માટે જબરદસ્ત માગણી અને રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરાઈ છે કે ભારતના આ બહાદુર પાયલોટને તાત્કાલિક રીતે પાકિસ્તાનમાંથી છોડાવીને સહી સલામત ભારત લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ભારતીય પાયલોટ અભિનંદનની સલામતી માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે પ્રાર્થના પણ કરાઈ હતી. તેમજ પાયલોટને બચાવવા માટે પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ આપવા માટેની માગણી પણ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે.