લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસમાં આત્મમંથન ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી કોંગ્રેસનું પ્રમુખપદ છોડવાનો નિર્ધાર કરી ચૂક્યા છે ત્યારે હવે કોંગ્રેસે તેના તમામ પ્રવક્તાઓને ન્યૂઝ ચેનલોની ડિબેટમાં એક મહિના સુધી ભાગ નહીં લેવાના આદેશ જારી કર્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટર પર આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે એક મહિના સુધી ટેલિવિઝન ચેનલો પરની ચર્ચામાં પ્રવક્તાઓ નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.