ગુજરાતમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ અને તેની પત્નીનોપણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સાથે જ આજે ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે હવે શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ હોમ ક્વોરન્ટાઈન થયા છે. તેમના સેમ્પલ પણ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના આ બન્ને ધારાસભ્યો ઇમરાન ખેડાવાલાના સતત સંપર્કમાં રહ્યાં હતાં.