કોંગ્રેસના પ્રદેશના નેતાઓ વચ્ચેના જૂથવાદને નાથવામાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત હાલપુરતા તો સફળ થયાં છે. હાઇકમાન્ડે તેડુ મોકલતાં શંકરસિંહ વાઘેલા દિલ્હી પહોંચ્યા હતાં જયાં તેમની રાહુલ ગાંધી સાથે બેઠક થઇ હતી. જોકે , હાઇકમાન્ડે સ્પષ્ટ કર્યું કે, ચૂંટણીમાં કોંગ્રેસ સીએમનો ઉમેદવાર જાહેર કરશે નહીં .