કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કર્ણાટકમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. તો બીજી તરફ ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ કરી દઈ જીતનો દાવો પણ રજુ કરી રહ્યા છે ત્યારે કુલ 224 બેઠકોમાંથી 140થી વધુ બેઠકો પર કોંગ્રેસની જીત થવાનો દાવો કરનારા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી.કે.શિવકુમારે બુધવારે જણાવ્યું કે, આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માત્ર 65થી વધુ બેઠકો જીતી શકશે નહીં અને ભાજપ માત્ર 40 બેઠકો સુધી જ પહોંચી શકે છે.