કર્ણાટક ચૂંટણીને લઈને તમામ પક્ષો મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો તમામ પક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ પણ જોવા મળી રહ્યું છે. જુદા જુદા પક્ષોના નેતાઓ તેમના હરીફ પક્ષો પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે કર્ણાટક કોંગ્રેસને ચૂંટણી પંચે નોટિસ ફટકારી હોવાનો મામલો સામે આવ્યો છે.