પૂર્વ લદ્દાખમાં સરહદ વિવાદને લઈને એક વખત ફરીથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારએ કહ્યું છે કે, ચીની સૈનિકોએ એક વખત ફરીથી અહીં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જો કે ચીનની આ કોશિશને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધી છે. જે બાદ વિપક્ષ કોંગ્રેસે મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યાં છે.
કોંગ્રેસેના પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ થોડા સમય પહેલા જ ટ્વીટ કર્યું છે કે, “દેશની જમીન પર કબ્જો જમાવવાનું દુ:સાહસ! દરરોજ ચીનની નવી ઘુસણખોરી…પેન્ગોન્ગ ત્સો લેક વિસ્તાર, ગોગરા અને ગલવાન વેલી, ડેપસાંગ, લિપુલેખ, ડોકલામ, નાથુલા.. સેનાતો ભારત માતાની સુરક્ષા માટે નિડર બનીને સામનો કરી રહી છે, પરંતુ મોદી જીની ‘લાલ આંખ’ ક્યારે દેખાશે?”
બીજી તરફ કોંગ્રેસ નેતા જયવીર શેરગિલે ટ્વીટ કર્યું છે કે, “ભાજપ અન્ય મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર ડિફેન્ડ કરવા માટે ઓવર એક્ટિવ મોડમાં આવી જાય છે. જો કે ચીનના મુદ્દે સ્લીમ મોડમાં જતી રહે છે. આ મુદ્દા પર પ્રેસ કૉન્ફરન્સ ક્યારે થશે? ક્યા કારણોસર ચીનની ઘુસણખોરી થઈ? પહેલાની જેમ યથાવત સ્થિતિ ક્યારે થશે? ચીની સેનાને ખદેડવા માટે શું પગલા ભરવામાં આવ્યા? ચીનનું નામ લેવાથી કેમ ડરે છે મોદી સરકાર?”
જણાવી દઈએ કે, પૂર્વ લદ્દાખના પેન્ગોંગમાં ભારત-ચીનના સૈનિકો ફરીથી સામસામે આવી ગયા છે. આ સ્થિતિ 29-30 ઓગસ્ટની રાત્રે પેદા થઈ છે. ભારતીય સેનાએ ચીનના સૈનિકોની ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ સ્થિતિ એવા સમયે સામે આવી છે, જ્યારે બન્ને દેશો વચ્ચે સૈન્ય સ્તરથી કૂટનીતિક સ્તરે સરહદ પર તનાવને ઓછો કરવાની વાતચીતનો દોર ચાલી રહ્યો છે.
રક્ષા મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકોને ઉશ્કેર્યા હતા. જો કે ભારતીય સૈનિકોએ પણ ચીનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે.
પેન્ગોંગ લેક નજીક અથડામણ બાદ ચુશુલમાં તનાવ ઓછો કરવા માટે ભારત અને ચીનના બ્રિગેડિયર લેવલ પર સૈન્ય અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.