Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ પર કોંગ્રેસે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી PM મોદી અને BJP અધ્યક્ષ અમિત શાહને 10 સવાલ પૂછ્યા. જેમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે 23 નવેમ્બરનો દિવસ એક કાળા અધ્યાયના રુપે નોંધવામાં આવશે. તકવાદી અજીત પવારને જેલનો ડર બતાવીને પ્રજાતંત્રની હત્યા કરી દેવાઇ. આ મહારાષ્ટ્રના લોકો સાથે વિશ્વાસઘાત છે.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, પહેલા તો બોલતા હતા કે અજીત પવારને આર્થર રોડ જેલમાં મોકલીશું, હવે તેમને જ DyCM બનાવી દેવામાં આવ્યા છે. કેમકે 'મોદી હૈ તો મુમકિન હૈ'. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલે અમિત શાહના હિટમેનના રુપે કામ કર્યું છે.

કોંગ્રેસના 10 સવાલ

  1. સરકાર બનાવવાનો દાવો ક્યારે અને કોણે રજુ કર્યો હતો. સરકાર બનાવવાના દાવા પર BJP-NCPના કેટલા ધારાસભ્યોની સહી છે. 
  2. એ સહીને ક્યારે કોણે વેરિફાઇ કરી. 
  3. રાજ્યપાલે રાત્રે કેટલા વાગ્યે રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી. 
  4. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી છે તો કેટલા વાગ્યે કરવામાં આવી. 
  5. કેબિનેટની બેઠક રાત્રે કેટલા વાગ્યે યોજાઇ અને આ બેઠકમાં કયા-કયા મંત્રી સામેલ હતા.
  6. કેબિનેટની ભલામણ રાત્રે રાષ્ટ્રપતિ પાસે કેટલા વાગ્યે મોકલવામાં આવી. 
  7. ભલામણનો રાત્રે કેટલા વાગ્યે રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો. 
  8. રાજ્યપાલે ક્યારે અને કેટલા વાગ્યે શપથ ગ્રહણ માટે આમંત્રિત કર્યા.
  9. શપથ અપાવ્યા બાદ રાજ્યપાલે એ કેમ ન જણાવ્યું કે બહુમત ક્યારે અને કેટલામાં સાબિત કરવાનું છે. 
  10. માત્ર એક એજન્સી ANI સિવાય બાકી પત્રકારો અને મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસને કેમ ન બોલાવાયા? 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ