-
કોંગ્રેસ છોડીને ભાજપમાં જઇને માત્ર 4 કલાકમાં જ કેબિનેટ મંત્રી બનેલા સિનિયર નેતા કુંવરજી બાવળિયાને જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હરાવવા માટે કોંગ્રેસની નેતાગીરીએ કમર કસી છે અને તેમના માટે આ ચૂંટણી કેટલી મહત્વની છે તે એના પરથી જ જણાય છે કે પ્રદેશ નેતાગીરીએ 20 ધારાસભ્યો અને 14 પ્રદેશકક્ષાના નેતાઓને જસદણની જવાબદારી બાવળિયાને હરાવવાની સોંપી છે. કોંગ્રેસ બાવળિયાને સજ્જડ હાર આપીને પોતાના પક્ષમાંથી ભાજપમાં જોડાવવાનો સૌ કોઇ સો વખત વિચાર કરે એવું કરવા માંગે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ પેટા ચૂંટણી 20મી ડિસે.ના રોજ યોજાશે. ભાજપ તરફથી ઉમેદવાર નક્કી જ છે. કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તેના ઉપર સૌની નજર છે.