હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમા પરાજયનો સામનો કર્યા પછી કોંગ્રેસે ફરી એક વખત ઈવીએમ સામે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસે હવે ઈવીએમના બદલે બેલોટ પેપરથી ચૂંટણી કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું કે, દેશમાં ભારત જોડો યાત્રાની જેમ બેલોટ પેપરથી ચૂંટણી માટે યાત્રા કાઢીશું. મહારાષ્ટ્રમાં પરાજયનો સામનો કરનારા શરદ પવારની એનસીપી અને ઉદ્ધવની શિવસેનાએ પણ આ માગનું સમર્થન કર્યું છે.