કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદીમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી ચાર ઉમેદવારો છત્તીસગઢ બેઠક પરથી છે. જ્યારે એક ઉમેદવાર તમિલનાડુના છે. યાદી મુજબ કોંગ્રેસે છત્તીસગઢની સુરગુજા બેઠક પરથી શશિ સિંહ, રાયગઢથી મેનકા દેવી સિંહ, બિલાસપુરથી દેવેન્દ્ર સિંહ યાદવ, કાંકેરથી બ્રજેશ ઠાકુર અને તમિલનાડુની માયલાદુથુરાઈથી એડવોકેટ આર. સુધાને ઉમેદવાર બનાવ્યા છે. આ અગાઉ કોંગ્રેસે ગઈકાલે છઠ્ઠી યાદી અને રવિવારે પાંચમી યાદી જાહેર કરી હતી.