કોંગ્રેસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે તેના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમાં રામેશ્વર ઉરાં, ઈરફાન અંસારી, બન્ના ગુપ્તા અને દીપિકા પાંડે સિંહના નામ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે આ બેઠકમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ હાજર હતા.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જમશેદપુર પશ્ચિમથી બન્ના ગુપ્તા, મહાગામાથી દીપિકા પાંડે સિંહ અને જામતારાથી ઈરફાન અંસારીને ફરી એકવાર તક આપવામાં આવી છે.