કોંગ્રેસે આજે 12મી યાદી (Congress Candidate) જાહેર કરી છે, જેમાં ગુજરાત (Gujarat)ની ત્રણ બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠક પરથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવારને ટિકિટ આપી છે. કોંગ્રેસે રાજ્યની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ પર નામ જાહેર કરવાના બાકી છે.
સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરાના ઉમેદવાર જાહેર
કોંગ્રેસે આજે ગુજરાતની ત્રણ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે