કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે અત્યાર સુધી 71 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે દક્ષિણ નાગપુરથી ગિરીશ કૃષ્ણરાવ પાંડવને ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસ સામે મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.