25 જૂન 1975માં દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકારે હવે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કરી એક મોટો નિર્ણય લીધો છે. હવે આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે બિનજૈવિક વડાપ્રધાન ફરી એકવાર દંભથી ભરેલો હેડલાઇન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.