વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં વિપક્ષે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે DPS સ્કૂલની જમીનના મામલે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો લેખિતમાં જવાબમાં આપતા મહેસૂલ વિભાગે કહ્યું કે, હાથીજણના હીરાપુરમાં આવેલી DPSની જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવી નથી. તેમજ શિક્ષણમંત્રી કહ્યું કે, યુપીએ સરકારના વખતે NOC લીધી હતી અમે આપી નથી.