નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો કોંગ્રેસ સહિત ૨૦ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો, જેને ટાંકીને રાજસ્થાનના અજમેરમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરીને વિપક્ષે ૬૦ હજાર મજૂરોના શ્રમનું અપમાન કર્યું છે. જેમણે આ સંસદ ભવન બનાવ્યું છે. આ બહિષ્કાર એ દેશના નાગરિકોની ભાવનાનું પણ અપમાન છે. આ દરમિયાન મોદીએ કોંગ્રેસને ૮૫ ટકા કમિશનખોર પાર્ટી પણ ગણાવી હતી.