ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચી શક્યો. ત્યારે આ ઉપલબ્ધી પર આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે. આ સફળતા પર ISROને દેશ અને દુનિયાથી શુભકામનાઓ મળી રહી છે. દુનિયાની મોટી-મોટી સ્પેસ એજન્સી પણ આ ઐતિહાસિક સફળતા માટે ભારતને શુભકામનાઓ આપી રહી છે.
નાસા, યૂકે સ્પેસ એજન્સી, યૂરોપિયન સ્પેસ એજન્સી સહિત અનેક અવકાશ એજન્સીઓએ ટ્વિટ કરીને ઈસરોના વખાણ કરતા શુભેચ્છા પાઠવી છે. UK સ્પેસ એજન્સીએ ટ્વિટ કરીને લખ્યું કે, ભારતના ચંદ્રયાન-3એ ઈતિહાસ રચી દીધો છે. ઈસરોને શુભકામનાઓ. તો યૂરોપિયન સ્પેસ એજન્સીએ લખ્યું કે, ઈસરોની ચંદ્રયાન-3 ટીમને શુભકામનાઓ.