વર્ષ 2024ના પ્રથમ અઠવાડિયે દેશમાં વિદેશી રોકાણ આવવાનો ટ્રેન્ડ યથાવત છે. વિદેશી રોકાણકારોમાં વર્ષ 2023થી ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ઉત્સાહ છે. હવે 2024માં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. નવા વર્ષમાં પણ ભારતીય શેરબજારોમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે. ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા વિશેની અપેક્ષાઓને કારણે એફપીઆઈએ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં શેરબજારોમાં આશરે રૂપિયા 4,800 કરોડનું રોકાણ કર્યું છે.