દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે, બીજી તરફ તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોમાં પણ કોરોનાના કેસો સતત સામે આવી રહ્યાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે, તેઓ પોતાના રાજ્યમાં રહેતા રોહિંગ્યા શરણાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવે કારણ કે, તેમાંથી અનેક લોકો દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજ્યના મુખ્ય સચિવો અને DGP ઓ સાથે કરવામાં આવેલા સંવાદમાં જણાવાયું છે કે, એવી સૂચના મળી છે કે, અનેક રોહિંગ્યા મુસ્લિમ તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા અને તેમનામાં કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવવાની આશંકા છે.
રાજ્યો સાથે કરવામાં આવેલા સંવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું કે, રોહિંગ્યા મુસ્લિમ અને તેમના સંપર્કમાં આવનાર લોકોની તપાસ કરાવવી જરૂરી છે. આ માટે પ્રાથમિક્તાના આધારે પગલા ભરવા પણ જરૂરી છે.
ગૃહમંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં 40 હજાર રોહિંગ્યા દિલ્હી, જમ્મુ અને હૈદરાબાદ સહિત દેશના વિભિન્ન ભાગોમાં રહે છે.