રાજ્યમાં કોરોના મુદ્દે સરકાર સામે થયેલી PIL અને સૂઓ મોટોની સુનાવણી કરતી હાઈકોર્ટની બેન્ચમાં ન્યાયાધીશોના ફેરફાર મુદ્દે રાજ્યના વિવિધ કાર્યકરો અને વકીલોએ પત્ર લખીને અસંતોષ વ્યક્ત કર્યો છે.
તેમણે લખ્યું હતું કે રાજ્યમાં કોરોના મુદ્દે સરકાર સામે થયેલી PIL અને સૂઓ મોટોની સુનાવણી કરતી હાઈકોર્ટની બેન્ચમાં ન્યાયાધીશોના ફેરફાર સામે અમે નારાજગી વ્યક્ત કરીએ છીએ. અમે જાણીએ છીએ કે બેન્ચમાં ફેરફાર કરવા માટે તમારી પાસે સત્તાઓ રહેલી છે પરંતુ અમને લાગે છે કે આમ કરવાથી સુનાવણીની એકસૂત્રતા ખોરવાઈ જશે અને નામદાર અદાલત સરકારને જે દિશામાં સૂચિત કરવા માંગે છે તેમાં ભંગ પડી શકે છે.
44 લોકો દ્વારા સહી કરાયેલા આ પત્રમાં ચીફ જસ્ટિસને તેમના નિર્ણય ઉપર ફરીથી વિચારણા કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે સુનાવણીની એકસૂત્રતા અને અસરકારકતા માટે જ્યાં સુધી આ મામલે સુનાવણી જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી જસ્ટિસ પારડીવાળા અને જસ્ટિસ ઈલેશ વોરાએ બેન્ચ સાંભળવી જોઈએ. આમ થવાથી કેસની અત્યાર સુધીની સુનાવણી એક તાંતણે બંધાયેલી રહેશે અને સરકારને નિશ્ચિત આદેશો આપવામાં મદદ મળશે.