બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે શુક્રવારે સંઘ પરિવારની હિંદુ રાષ્ટ્રની વિચાર ધારા અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિચારધારા મહાત્મા ગાંધીના વિચારોની વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે નામાંકિત સમાજવાદી નેતા નીતીશકુમારે ગયા વર્ષે ભાજપની સાથે પોતાનું લાંબુ ગઠબંધન તોડી નાખ્યું હતું. જ્યારે નીતીશકુમારને હિંદુ રાષ્ટ્ર અંગે પૂછવામાં આવ્યું કે તો તેમણે જણાવ્યું હતું કે સ્વયં મહાત્મા ગાંધી પણ હિંદુ રાષ્ટ્રના વિરોધી હતાં.