કોમ્પ્યુટરમાં જંગી ખરાબ સર્જાતા આજે સતત બીજા દિવસે હીથ્રો એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઇ ગયા હતા અને બ્રિટિશ એરવેઝને મોટાભાગની ફલાઇટો આજે રદ કરવી પડી હતી. ભારતને કરાતા આઉટસોર્સીંગના કારણે કોમ્પ્યુટરોમાં ખરાબી સર્જાઇ હોવાનો કામદાર મંડળોએ આરોપ કર્યો હતો. લંડનના એક અન્ય વ્યસ્ત એરપોર્ટ ગેટવિકથી પણ વિમાનો મોડે ઉડયા હતા, જો કે એક પણ ફલાઇટને રદ કરવી પડી નહતી. એરલાઇનોએ તમામ મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા ફલાઇટ સ્ટેટસને ચેક કરી લેવા સલાહ આપી હતી. બ્રિટિશ એરવેઝે અગાઉ કહ્યું હતું કે ગઇ કાલે મોટાભાગની ફલાઇટને રદ કરવાની ફરજ પડયા પછી આજે હીથ્રો અને ગેટવિકથી વિમાનો રવાના કરવાના તેઓ પ્રયાસ કરશે. ' રવિવારે અમે હીથ્રો અને ગેટવિક વિમાની મથકેથી મોટાભાગની ફલાઇટો ઉડાડવા પ્રયાસો કરીશું' એમ એરલાઇને કહ્યું હતું.