ગોંડલ(Gondal)માં અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ના વિરોધ બાદ બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાએ રાજકોટમાં ગોંડલમાં અલ્પેશ કથીરિયાના વિરોધ કોંગ્રેસ પ્રેરિત હોવાનો કર્યો હતો. તો સામે અમિત ચાવડાએ આ આરોપોને ફગાવ્યા છે. અલ્પેશ કથીરિયા પર થયેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડા (Amit Chavda)એ સ્પષ્ટતા કરી હતી કે ભાજપની અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે, કાયદા વ્યવસ્થા કથળતા જાય છે, ગૃહમંત્રીએ રાજીનામુ આપવું જોઈએ તેવી માગ કરી હતી.