Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સામાન્ય નાગરિકોને કોઈ ફરિયાદ, કોઈ હેરાનગતિ કરે કે પછી કોઈ ગુનો થયો હોય તો તેઓ મદદ માટે 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માંગે છે. પરંતુ નાગરિકોને પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય અને પોલીસ જ આરોપીના કઠેડામાં હોય તો કોને કહેવું. ત્યારે હ

ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની જે કોઈ ફરિયાદ હોય તે જાહેર કરવા  માટેનો ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ નાગરિક પોલીસ સામે હેલ્પલાઈન નંબર 14449 ઉપર ફરિયાદ કરી શકશે.  ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે પોલીસ સામે ફરિયાદ કરવા માટેની હેલ્પલાઈન નંબરની જાહેરાત કરી હતી. કેંદ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 14449 નંબર અપાયો છે. જો કે આ હેલ્પલાઈન નંબર આગામી 15 દિવસમાં કાર્યરત થશે

હવે ગુજરાતમાં ક્યાંય પણ પોલીસની કનડગત હોય તો સીધા 14449 નંબર ડાયલ કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકાશે. ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની જે કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ પોલીસ દમન સામે હેલ્પલાઈન નંબર 14449 ઉપર ફરિયાદ કરી શકશે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આ હેલ્પલાઈન નંબર અંગે સોગંધનામું રજૂ કર્યું છે. આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરાશે. અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન 24/7 કાર્યરત રહેશે. નંબર સક્રિય થતાં તેનો જાહેરાતના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. 

કેન્દ્ર સરકાર દ્વારા અપાયો આ નંબર
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે પોલીસ દમન અથવા પોલીસ સામે ફરિયાદ કરવા માટેની હેલ્પલાઈન નંબરની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 14449 નંબર અપાયો છે. જો કે આ હેલ્પલાઈન નંબર આગામી 15 દિવસમાં કાર્યરત થશે.

અલગ અલગ મદદ માટે અલગ અલગ નંબર 
રાજ્યમાં અનેક પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબર છે. જેમ કે, મહિલા હેલ્પલાઇન નંબર 1091 છે. ભ્રષ્ટાચાર નિવારણ માટે નંબર 1064 છે. તો પોલીસ કન્ટ્રોલ રૂમ 100 નંબર પર પણ મદદ મળી રહે છે. તેવી જ રીતે પોલીસ સામે ફરિયાદ કરવા 14449 પ્રચલિત કરાશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબર પણ પ્રચલિત કરાશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ