અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 5 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં મોદી હટાવો, દેશ બચાવો ના પોસ્ટર લગાવવા મુદ્દે કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદના અલગ – અલગ વિસ્તારોમાં પોલીસ નોંધાઈ છે.
અમદાવાદના એરપોર્ટ, ઇસનપુર, વટવા, નારોલ, મણિનગર, અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 5 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સાથે જે પોસ્ટર પ્રિન્ટિંગ પ્રેસના માલીક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર પૂર્વ આયોજિત કાવતરૂ રચી જાહેર મિલકતોને નુકશાન પોંહચાડવા સહિતની કલમો લગાડવામાં આવી છે. આમ આદમી પાર્ટીના 5 જેટલા કાર્યકરો વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી.