રાજ્યપાલે ૮ મહત્વના વિધેયકો ૭ મહિનાથી - ૨ વર્ષ સુધી મંજુર કર્યા સિવાય પડયાં રાખતાં કેરલ સરકારે સર્વોચ્ચ અદાલતમાં ફરિયાદ રજુ કરતાં અદાલતે આજે (સોમવારે) કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિયો સર્વશ્રી જે.બી. પારડીવાલા તથા મનોજ મિશ્રાએ તે યાચિકાની સુનાવણી માટે શુક્રવાર તા. ૨૪-૧૧ની મુદત રાખી છે.