સાબરકાંઠામાં IAS અધિકારી નીતિન સાંગવાનને બંધક બનાવી માર મારવાની ઘટના સર્જાતા બ્યૂરોક્રસીમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસે હુમલો કરનાર 12 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ આરોપીએ IAS નીતિન સાંગવાન સામે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે. જેથી IAS અધિકારી નીતિન સાંગવાનને માફી પત્ર લખ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.એટલું જ IAS અધિકારી નીતિન સાંગવાન નશાની હાલતમાં અપશબ્દો બોલ્યાં હોવાનો પણ આરોપીએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે ફિશરીઝ નિયામક તરીકે નીતિન સાંગવાન ધરોઇ ડેમમાં માછલી પકડવાના અપાયેલા કોન્ટ્રાક્ટના ચેકિંગ માટે ગયા હતા. ત્યારે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો.