સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી નિરંજન શાહ સહિત 23 વ્યક્તિઓ સામે પડધરી કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. ખંઢેરી સ્ટેડિયમના બાંધકામ મુદ્દે પર્યાવરણીય મંજૂરી ન લેતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ ફરિયાદ નોંધાવી છે. નિરંજન શાહ ઉપરાંત SCAના પ્રમુખ ડો.લાલ રાઠોડનું પણ નામ છે.