આશરે 3 દાયકા બાદ IPS અધિકારી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામેની વર્ષ 1990ના એક કેસની ફરિયાદ પાછી ખેંચાશે. ફરિયાદીએ મંગળવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તે IPS અધિકારી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામેની ઓક્ટોબર 1990ની કસ્ટડીયલ ટોર્ચરના કેસને લગતી ફોજદારી ફરિયાદ પાછી ખેંચવા ઈચ્છે છે.
આશરે એકાદ સપ્તાહથી ફરિયાદ રદ્દ કરવાને લગતી અરજીની સુનાવણી કરી રહેલા જસ્ટિસ નિખિલ કારિયેલે ફરિયાદી મહેશ ચિત્રોડાને તેમના વકીલ મારફતે આ મામલે સોગંદનામુ દાખલ કરવા જણાવ્યું હતું. સાથે જ 31મી માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું.