Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 13 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 15 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે. 

પ્રાપ્ત વિગતો મુજબ હરણી પોલીસ સ્ટેશનમાં વડોદરા હોનારત મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ સામેલ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ફરિયાદ નોધાઈ છે. પોલીસે 304, 337, 308 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. 

વડોદરા હોનારતમાં રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાના આદેશ આપ્યા છે.  ઘટનામાં સ્થાનિક તંત્ર, ઈજારદાર કે અન્ય કોઈની બેદરકારીની પણ તપાસ કરાશે. ગૃહ વિભાગે વડોદરાના જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટના અંગે વિગતવાર તપાસ કરી 10 દિવસમાં અહેવાલ સરકારને સુપર કરવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ હરણી પોલીસ સ્ટેશનમાં વડોદરા હોનારત મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ સામેલ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ફરિયાદ નોધાઈ છે. પોલીસે 304, 337, 308 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

વડોદરા હોનારત પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટનાનો તાગ મેળવવા ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ જાનવી હોસ્પિટલમાં, ગૃહમંત્રીએ સયાજી હોસ્પિટલમાં પહોંચી પીડિત પરિવારોને મળ્યા હતા.

મૃતકોના પરિવારો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું રૂ. ચાર લાખનું વળતર

વડોદરામાં હોડી ડૂબવાની ઘટનાનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ ત્યાં જવાના રવાના થયા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખના વળતરની પણ જાહેરાત કરી છે. 

વડોદરાના તળાવમાં ડૂબી ગયેલા મૃતકોના નામ

હોડી સેવઉસળની લારીવાળો ચલાવતો હતો

હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ નામની વ્યક્તિ પાસે હોવાની વિગતો સામે આવી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડૂબી જવાની ઘટનામાં સેવઉસળની લારીવાળો હોડી ચલાવી રહ્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે.

છ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક હજુ લાપતા

હાલ ઘટનાસ્થળે પૂરજોશમાં રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ છ બાળકો અને એક શિક્ષક હજુ લાપતા હોવાની આશંકા સેવાઈ છે.

મૃતક વિદ્યાર્થીઓના નામ

મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા અને નેન્સી માછી તરીકે થઈ છે. જ્યારે મૃતક શિક્ષિકાઓની ઓળખ છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી તરીકે થઈ છે.

વડોદરાની દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

હરણી તળાવની દુર્ઘટના વિશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત દુઃખદ છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.’ તો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ પણ જણાવ્યું છે કે ‘આ ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે.’ 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ