જીએસટી કાઉન્સિલની સોમવારે મળેલી ૪૨મી મેરેથોન બેઠકમાં રાજ્યો અને કરદાતાઓને રાહત આપતા કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામને બેઠકને અંતે મીડિયાને જણાવ્યું હતું કે, આ વર્ષે એકઠી થયેલી કમ્પેન્સેશન સેસની રૂ. ૨૦,૦૦૦ કરોડની રાજ્યોને રાત્રે જ તત્કાળ ફાળવણી કરવામાં આવશે. કોરોનાને કારણે લોકડાઉનમાં વેપારધંધા અને ઉદ્યોગો બંધ રહેવાથી જીએસટીની આવક ઘટી છે. રાજ્યોની GSTની આવકમાં રૂ. ૨.૩૫ લાખ કરોડની જંગી ઘટ પડી છે. આથી તેઓ કેન્દ્ર સરકાર પાસે વળતર પેટે રકમ માંગી રહ્યા છે. કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોમાં IGSTના રૂ. ૨૪,૦૦૦ કરોડની બાકીની રકમ રાજ્યોને એક અઠવાડિયામાં ચૂકવવા નિર્ણય લેવાયો હતો. નાના કરદાતાઓને હવે માસિક રિટર્ન ભરવાની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી હતી. કરદાતા પાસે પાન નંબર અને આધાર નંબર હોય તો જ તેમને રિફંડ આપવાનું નક્કી કરાયું હતું.