ગુજરાતમાં પશુ-પક્ષીઓની સારવાર અને રક્ષા કરવા માટે 10મીથી 20મી જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઈજાગ્રસ્ત પશુ-પક્ષીનું રેસ્ક્યુ કરીને સારવાર કરાશે. આ સાથે સરકારે સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોવાથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ન ચગાવવા અપીલ કરી છે.