કોર્પોરેટ સેક્ટર આગામી દોઢ મહિનામાં બજારમાંથી રૂ.15,000 કરોડ ઊભા કરવાનો પ્લાન ધરાવે છે. સેકન્ડરી માર્કેટની તેજીને પગલે પ્રાયમરી માર્કેટની તેજીની સ્થિતિ જોવા મળી છે. તોજેતરમાં સેનસેક્સ અને નિફ્ટી વધીને રેકોર્ડ લેવલે પહોચ્ચા છે. પ્રાયમરી માર્કેટમાં પણ વૃદ્ધિ જોવા મળી છે એને પગલે કંપનીઓને કોન્ફિડન્સ વધ્યો છે અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ પણ બજારમાંથી નાણાં ઊભા કરવાના પ્લાન્સને પ્રોહસાહન આપી પહ્યા છે.