રાજસ્થાનના ઉદયપુરમાં ૧૦માં ધોરણના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચાકુ મારી દીધુ હતું, જેને કારણે સમગ્ર ઉદયપુરમાં તંગદીલીનો માહોલ છે, બે ધર્મના લોકો આ ઘટના બાદ સામસામે આવી ગયા છે. સ્થિતિ કાબુ બહાર ના જાય તે માટે પ્રશાસને સમગ્ર ઉદયપુરમાં ૨૪ કલાક માટે ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી હતી, જ્યારે આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ફેરવી દીધુ હતું.