હરિયાણાનાં નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત બ્રિજ મંડલ જળાભિષેક શોભા યાત્રા દરમિયાન બે સમુદાય વચ્ચે ભારે હિંસા ફાટી નીકળી હતી. એક ટોળા દ્વારા આ યાત્રાને ગુરૂગ્રામ-અલવર નેશનલ હાઇવે પર અટકાવવામાં આવી હતી. અને બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બાદમાં સામસામે ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા અટકાવનારાઓએ બાદમાં વાહનોમાં પણ ભારે તોડફોડ કરી હતી અને અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. આ હિંસામાં ગોળીબાર પણ થયો હતો જેમાં બે હોમગાર્ડના મોત નિપજ્યા છે. જ્યારે બે પોલીસ અધિકારીને પણ ગોળી વાગી છે.