અદાણી-હિંડનબર્ગ મામલામાં એક વખત ફરી સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ પીએસ નરસિમ્હા, ન્યાયાધીશ જેબી પારડીવાલાની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ હતું કે અમે આ મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરવાના સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવ સાથે સહમત છીએ. જેને પગલે હવે એક સ્વતંત્ર કમિટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી શકે છે. કમિટી દરેક પાસાની તપાસ કરશે જેમાં રોકાણકારોના હિતોના રક્ષણને વધુ મહત્ત્વ આપવામાં આવશે.