લોકસભા 2024ની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા એક તરફ જ્યાં તમામ વિપક્ષી દળો એકજૂટ થઈ ગયા છે અને તેમણે INDIA ગઠબંધનની રચના કરી દીધી છે ત્યાં મોદી સરકારે તેમની મુશ્કેલી વધારવા માટે વધુ એક પગલું ભરવાની તૈયારી કરી લીધી હોય તેમ મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર મોટો નિર્ણય કરતા એક દેશ, એક ચૂંટણી માટે સમિતિની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું છે