રાજ્યમાં વરસાદની ઘટ પડતાં અનેક વિસ્તારોમાં અછતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્ય સરકારે સિઝનમાં પાંચ ઈંચથી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે. અછત કમિટીની મળેલી બેઠકમાં મહેસૂલમંત્રી કૌશિક પટેલે અછતગ્રસ્ત તાલુકાઓની જાહેરાત કરી. કચ્છ, બનાસકાંઠાના સૂઈ, વાવ, કાંકરેજ, થરાદને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. દર અઠવાડિયે કમિટી રીવ્યુ કરશે.