દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે ટમેટા બાદ હવે કોમર્શિયલ LPG સિલિન્ડરમાં મોંધો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીએ આજે સવારે કોમર્શિયલ LPGની કિંમતમાં વધારો કર્યો હતો. જો કે રાહતના સમાચાર છે કે ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે સવારે LPG ગેસ સિલિન્ડરની કિંમતો અપડેટ કરી છે અને મીડિયા એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર કંપનીઓ દ્વારા કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જોકે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં