3જી ડિસેમ્બરે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલા મહિનાના પહેલા દિવસે દેશમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. અહીં અમે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વિશે વાત કરી રહ્યા છીએ
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16 નવેમ્બરે ઘટાડો જોવા મળ્યો હતો. તે પહેલા 1 નવેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2000 રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી.
જોકે આ વખતે વધારો નજીવો રહ્યો છે. બીજી તરફ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તે છેલ્લે ઓગસ્ટના છેલ્લા દિવસે જોવા મળ્યો હતો. જ્યારે સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.